શુક્રવારના સાંજે 7:00 વાગ્યે ખેડૂત અગ્રણી રામસિંગભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે વાવ તાલુકામાં નર્મદા વિભાગ દ્વારા કેનાલો બનાવવા માટે ખેડૂતોની જમીન સંપાદન કરેલી છે.જે જમીન સંપાદક વળતરની ચુકવણી માટે ખેડૂતોએ રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની ઓફિસમાં રૂબરૂ હાજરી આપવા જવું પડે છે.જે વાવ શહેરમાંથી અંદાજીત 80 km દૂર પડે છે આ એસી કિલોમીટર ખેડૂતોને નાની મોટી ભૂલ માટે વારંવાર ધક્કા ખાવા પડે છે.અને ખેડૂતો જવા આવવામાં સમય પણ બગડે છે.