રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા આજરોજ ભગવતીપરામાં વિનોબાભાવે ટાઉનશીપ તથા કુવાડવા રોડ પર લોકમાન્ડ ટિળક ટાઉનશીપમાં ચેકિંગ હાથ ધરતા પાંચ લાભાર્થીઓએ તેમને ફાળવામાં આવેલ આવાસો ભાડેથી આપી દીધાનું ખુલતા પાંચેય આવાસ સીલ કરી લાભાર્થીને નોટિસ પાઠવામાં આવી હતી.