ઉત્રાણ ખાતેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કૃષ્ણકુમાર સિંહજી શાળા ક્રમાંક 354 ના આચાર્ય ચેતન હીરપરા ને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ પ્રાપ્ત થયો છે.મંગળવી ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.ચેતન હીરપરા દ્વારા શાળામાં બાળકોને અભ્યાસની સાથે સાથે ધાર્મિકતાનું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે.ઉપરાંત બાળકોમાં સંસ્કારોનું પણ ઘડતર કરવામાં મહત્વનો ફાળો ભજવે છે.