ગઢડા સર્વોપરિ ગૌશાળા દ્વારા છેલ્લા છ વર્ષથી દર શ્રાવણમાસમાં વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય પ.પુ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા ભાવિ આચાર્ય પ.પુ.૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશિર્વાદ અને આજ્ઞાથી શિવજીને પ્રસન્ન કરવા માટે ૧૦૦૮ પાર્થેશ્વર શિવલિંગ બનાવી તેનું પૂજન અભિષેક કરવામાં આવી રહ્યા છે ત્યારે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પાર્થેશ્વર મહાદેવનો હોમાત્મક તથા પાઠાત્મક લઘુરૂદ્ર કરવામાં આવ્યો હતો