વાપી નજીક બગવાડા ટોલનાકા પાસે હાઇવે પર બનેલા અકસ્માતમાં કંપનીના મજૂરનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. ઉત્તર પ્રદેશના મૂળ નિવાસી તથા હાલ બગવાડા ગામે રહેતા 42 વર્ષીય વિનોદ દેવનારાયણ ગુપ્તા તિઘરા પારસપંપ કંપનીમાં મજૂરી કરતા હતા. તા. 23 ઓગસ્ટે વહેલી સવારે તેઓ કંપનીમાંથી રજા લઈને રૂમ પર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો.