દેશભક્તિની થીમ પર ગણેશ ચતુર્થીના પંડાલની જિલ્લા કક્ષાની સ્પર્ધાના આયોજન અન્વયે મોરબી જિલ્લા કલેકટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી ની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જેમાં પ્રથમ ક્રમને રૂા.૫,૦૦,૦૦૦/-, દ્રિતિયને રૂા.૩,૦૦,૦૦૦/- અને તૃતિય ક્રમને રૂા.૧,૫૦,૦૦૦/- લેખે પુરસ્કાર આપવામાં આવશે.