મૂળી તાલુકાના વગડીયા ગામથી ભવાનીગઢ ગામ તરફ જતા રોડ પર ક્રોઝ્વેનું કામ ચાલુ હોય જેમાં આ ક્રોઝ્વે નવો બનાવવાની જગ્યાએ માત્ર સિમેન્ટનું તર કરી ભ્રષ્ટાચાર આચરતા હોવાની રાવ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે જેમાં ધારા ધોરણ મુજબ ક્રોઝ્વેને બનાવવા ઉચ્ચસ્તરે રજૂઆત પણ કરાઈ છે.