ગતરોજ રાત્રિના અંદાજીત આઠથી દસ વાગ્યા સુધી ગાંધીધામ એ ડિવિઝન પોલીસે જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડયું ગાંધીધામમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે પોલીસ વિભાગ માનવતાભર્યો અભિગમ અપનાવી રહ્યો હતો. એ- ડિવિઝન પોલીસે જરૂરિયાતમંદ તથા નાના બાળકોને પુલાવ અને છાસનું વિતરણ કરીને સહાયતા કરી હતી.પીઆઈ એમડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું.