માલપુરમાં અડધા કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ભારે વરસાદને કારણે રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે.શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ગણેશ પંડાલના મંડપો પણ પાણીમાં પલડાયા હતા.માલપુર,અંબાવા,કોયલીયા અને સોનિકપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેતી પાકોને જીવનદાન મળ્યું છે.ખાસ કરીને મકાઈ,ડાંગર,જુવાર અને મગફળીના પાકને આ વરસાદથી મોટો ફાયદો થશે.વરસાદથી વાતાવરણ ઠંડુ થયું છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.