ગઈકાલે કંડલાથી પડાણા સુધી 20 કિમિ લાંબો ટ્રાફિકજામ થયો હતો. તો આજે સવારે અંદાજિત દસ વાગે વાહનોની કતારો છેક વરસાણા સુધી પહોંચી ગઇ છે. આ ટ્રાફિકથી બચવા અંજારના ભીમાસર માર્ગે વળેલા વાહનો પણ ટ્રાફિકમાં ફસાયા છે. પોલીસ તંત્ર છેલ્લા 36 કલાકથી વાહન વ્યવહાર પૂર્વવત કરવા જહેમત લઈ રહ્યું છે. હાલ તો બન્ને તરફના વાહનો સિંગલ લાઈન મારફતે એક બાદ એક એમ આગળ વધી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.