This browser does not support the video element.
ઉમરગામ: સરીગામ ખાતે સુવિધાસંપન્ન ફાયર બ્રાઉઝરનું લોકાર્પણ
Umbergaon, Valsad | Sep 3, 2025
સરીગામ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં સુવિધાસંપન્ન ફાયર બ્રાઉઝરનું લોકાર્પણ ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે કરવામાં આવ્યું. આ અવસરે જી.આઈ.ડી.સી.ના ડિવિઝનલ મેનેજર, વાપી જી.આઈ.ડી.સી. કચેરીના રીજનલ મેનેજર, સરીગામ નોટીફાઇડના ચીફ ઓફિસર કુલદીપસિંહ સોલંકી, સરીગામ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સેક્રેટરી કૌશિકભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ શિરીષભાઈ દેસાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.