સચિવાલય સ્વર્ણિમ સંકુલ-1 ખાતેથી રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ પત્રકાર પરિષદ દરમિયાન માહિતી આપી હતી કે આગામી ૮ થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન ૧૫મી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે. આ ત્રણ દિવસની સંભવિત કામગીરી સંદર્ભે પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે,તા. 8 મી ના રોજ સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી થશે ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા તશે. ત્યારબાદ ગૃહ મુલતવી રાખવામાં આવશે.