ગુજરાત સરકાર અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ 9 અને 10 ઓક્ટોબર ના રોજ મહેસાણા ખાતે આવેલ ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે રિજનલ વાઇબ્રન્ટ સમિતિનું આયોજન કરવામાં આવ્યું. આ સમિતિ નો મુખ્ય ઉદ્દેશ ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા જેવા પાંચ જિલ્લાઓમાં ઉદ્યોગ અને રોકાણને વેગ આપવાનો છે.