કાલોલ તાલુકાના કાશીમાબાદ ગામે રહેતા 27 વર્ષીય પરિણીતાએ ગોધરા મહિલા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે સને 2017 માં તેઓના લગ્ન આણંદ જિલ્લાના ભાલેજ ગામે આવેલ ઇન્દિરાનગરીમાં રહેતા મહમદ ઇશાકભાઈ હસનભાઈ મલેક સાથે થયા હતા, લગ્ન થયાના થોડા સમય બાદ પતિએ પરિણીતાને જણાવ્યું હતું કે હું દિલ્હી ધંધો કરવા જાઉં છું, તું તારા પિતાના ઘરે જતી રહે તેમ કહીને જબરદસ્તી કરીને કોઇપણ ખર્ચો આપ્યા વિના પરિણીતાને તેના પિયરમાં મુકી ગયો હતો,