જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાનાં વિસ્તારમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ પડી રહ્યો છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં મેઘરાજાએ બુધવારે પણ પોતાની હાજરી પુરાવી હતી,જેના કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી છે.ડાંગ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદનાં પગલે લોકમાતાઓમાં અંબિકા,ગીરા,ખાપરી અને પૂર્ણાંનાં વહેણ તેજ બન્યા છે.ખાસ કરીને પર્યટન સ્થળ સાપુતારામાં મધ્યમ સ્વરૂપેનો વરસાદ પડતા પ્રવાસીઓ ખુશખુશલ