સુઈગામ તાલુકાના દુધવા, રાજપુરા, નવાપુરા અને લીંબુણી ગામના ખેડૂતોએ થરાદ ખાતે નર્મદા નિગમના અધિક્ષક ઈજનેરને રજૂઆત કરી છે. વર્ષ 2024માં સરકાર દ્વારા મંજૂર થયેલી દુધવા માઈનોર કેનાલ-2નું કામ એજન્સી દ્વારા અધૂરું છોડી દેવામાં આવ્યું છે.કેનાલના અધૂરા કામને કારણે ખેડૂતોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેનાલના અપૂર્ણ વિસ્તારમાં મોટા ખાડાઓ પડ્યા છે. આના કારણે ખેડૂતોના ખેતર સુધી પહોંચવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે.