તાલુકાના ઇતરીયા ગામે આમ આદમી પાર્ટી દ્વારા “ગુજરાત જોડો સભા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને કાર્યકારી પ્રમુખ તથા નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં કોંગ્રેસના નેતા અને બોટાદ જિલ્લા સેવાદળ પ્રમુખ રાજુભાઈ રાઘવભાઈ ઝાપડિયા મોટી સંખ્યામાં પોતાના કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.