અંજાર તાલુકાના મોરગર ગામ નજીક ભુજ-દુધઈ ધોરીમાર્ગ પર વહેલી પરોઢે એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી, જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. ભચાઉ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.આ આગ ઓલવવાની કામગીરીમાં પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહ સોઢા સહિતના ભચાઉ ફાયર વિભાગના જવાનો જોડાયા હતા.