થરાદ તાલુકાના આજાવાડા ગામમાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સમસ્ત ઠાકોર સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર 2024ની લોકસભા ચૂંટણી અંગેની માનતા હતી. ખોડાજી ઠાકોર અને છગનજી ઠાકોર દ્વારા ચામુંડા માતા અને સેણલ માતાના મંદિરે રાખવામાં આવેલી આ માનતા પૂર્ણ કરવામાં આવી હતી.