બગવાડા દરવાજા ખાતેથી 80 જેટલા ભાદરવી પૂનમના અંબાજીના મેળા તરફ પ્રસ્થાન કર્યું હતું.શકિત, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમા આરાસુરી જગતજનનીના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહાકુંભ મેળાનો વિધીવત્ રીતે પ્રારંભ થઈ ગયો છે. આ મેળો આગામી 7 સપ્ટેમ્બર, 2025 સુધી ચાલશે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાનાં દર્શને ઊમટી રહ્યા છે.ત્યારે પાટણથી માતાજીની માંડવી સાથે અનેક સંઘોએ અંબાજી તરફ પ્રયાણ કર્યું છે. રસ્તા પર 'બોલ મારી અંબે જય જય અંબે'નો નાદ ગુંજી ઉઠ્યો હતો