થરાદ તાલુકાના ભોરોલ ગામે વરસાદી પાણી અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. કેટલાક પરિવારો હજુ પણ ઘરમાં પાણી વચ્ચે રહેવા મજબૂર છે. ગામના સરપંચ રામજીભાઈ ચૌહાણે પરિસ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક પગલાં લીધા છે. તેઓ ઘેર-ઘેર જઈને અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈ રહ્યા છે. રાહત સામગ્રી અને રાશન કીટનું વિતરણ કરી રહ્યા છે. થરાદના ધારાસભ્ય કાર્યલય ખાતે થી ભોરોલની મુલાકાત લીધી છે.