દાહોદ જિલ્લાના રાબડાળ ગામના રહેવાસી ગોહિલ આદિત્ય કુમાર અશોકભાઈ તથા તેમની માતા શકુંતલાબેન અશોકભાઈ ગોહિલનું આજે વહેલી સવારે પાવાગઢ જતા માર્ગે બનેલા ભયાનક અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ લીમખેડા હાઇવે પર નૂતન હાઈસ્કૂલ નજીક દાહોદથી વલસાડ જતી સરકારી બસે બાઈકને અડફેટમાં લેતા માતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ખાસ વાત એ છે કે આજે આદિત્યનો જન્મદિવસ હતો, તે પ્રસંગે તેઓ માતા સાથે પાવાગઢ માતાજીના દર્શન કરવા નીકળ્યા હતાં.