હાલોલ તાલુકા ખાતે આગામી 22 જૂન ના રોજ સામાન્ય ગ્રામ પેટા ગ્રામ પંચાયત પેટા બેઠકની ચૂંટણીઓ યોજાવાની છે. જેમાં ગઈકાલે 9મી જૂન સોમવારના રોજ ઉમેદવારી પત્રકો અને અંતિમ તારીખે બપોરે 3:00 વાગ્યા સુધીમાં ઉમેદવારી પત્રકો ભરાયા હતા. જ્યારે આજે 10 મી જૂન મંગળવારના રોજ ઉમેદવારી પત્રકો ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.જેમાં હાલોલ તાલુકાની રામેશરા ગ્રામ પંચાયત સમરસ થઈ હતી. જ્યારે હાલોલ તાલુકાના ટીમ્બી ગ્રામ પંચાયતની સરપંચની પેટા બેઠક પણ સમરસ જાહેર થઈ હતી.