હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નવા ભાષાભવન સહિત વિવિધ વિભાગોમાં કુલ 9 આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી કરવામાં આવશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આ માટે મંજૂરી આપી દીધી છે. નવા ભાષાભવન માટે 4 કાયમી આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા મંજૂર કરવામાં આવી છે. આ માટે રૂ.34 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. યુનિવર્સિટીમાં લાંબા સમયથી ભાષાભવન શરૂ કરવાની માગણી હતી. બે વર્ષ પહેલા સરકારે આ માટે મંજૂરી આપી હતી.