રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોક સંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોંચાડવા ગુજરાતમાં પ્રથમ વખત પાટણ અમદાવાદ,સુરત,વડોદરા, રાજકોટ સહિત 29 જીલ્લા મથક ખાતે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્યું છે.પાટણ જિલ્લામાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા 2025ના આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત શુક્રવારે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.