મોરબીની નિલકંઠ સોસાયટીમાં છેલ્લા પાંચ વર્ષથી પાણી, કચરા માટેનુ સાધન, સ્ટ્રીટ લાઈટો, ખરાબ રોડ રસ્તા વગેરે જેવા પ્રશ્નોના કારણે રહિશો હાલાકી ભોગવી રહ્યા છે ધારાસભ્ય તથા મહાનગરપાલિકામાં રજુઆત કરવા છતાં આજદિન સુધી પ્રશ્નોનું નિવારણ આવ્યું નથી જેથી આજે મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરીયાએ સ્થળ પર જઈને રહિશોના પ્રશ્નો સાંભળ્યા હતા.