હજરત મોહંમદ પયગંબર સાહેબ ( સ. અ. વ ) નાં 1500 માં જન્મદિવસ ઈદે મિલાદુન્નબી નિમિત્તે આજરોજ તા. 05/09/2025, શુક્રવારે સવારે 9 થી 12 વાગ્યાં દરમ્યાન બાવળા ખાતે જુલુસ નીકળ્યું હતું. જેમાં બાવળા નગર ઉપરાંત રૂપાલ સહિતના આસપાસના ગામોના મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. બાવળા પોલીસે જરૂરી બંદોબસ્ત ગોઠવ્યો હતો.