પાટણ તાલુકાના સંખારી ગામ ખાતે તાલુકા પંચાયતના ડેલિકેટ અને વિરોધ પક્ષના નેતા સોહન પટેલે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. જ્યાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય ઉપસ્થિત કર્મચારીઓ સાથે વાતચીત કરતા દર્દીને બાંધવાના પાટાની અછત હોવાનું કર્મચારીએ જણાવતા ડેલિકેટ રોષે ભરાયા હતા. અને આ પ્રકારની બેદરકારી ચલાવી ના લેવાય તેવું કહી બેદરકારી દાખવનાર કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે તેઓ હડતાલ ઉપર બેઠા હતા. આજે આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.