આગામી 25 ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. અમદાવાદ શહેરના નીકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદીની એક મોટી જનસભા યોજાશે. જેને લઈને નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ અને નિકોલ વિસ્તારમાં જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. નિકોલમાં 5,477 કરોડ રૂપિયાના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.