અમદાવાદના નિકોલ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયેલી કામગીરીને લઈને સ્થાનિકોની સમસ્યા વધી છે. થોડા સમય પહેલા કોર્પોરેશન દ્વારા કેનાલથી લઈને મુક્તિધામ એસ્ટેટ સુધીના રોડ પર ખોદકામ કરવામાં આવ્યું હતું. જે સમયથી અત્યાર સુધી રોડ પર યોગ્ય પુરાણ કરી રોડ બનાવવામાં ન આવતા સવાર સાંજ વાહન ચાલકોને હાલાકી પડે છે. એક જ તરફનો રોડ ચાલુ હોવાથી ટ્રાફિકના પ્રશ્નો પણ સર્જાય છે. તેવામાં આસપાસની સોસાયટીમાં રહેતા રહીશોને પણ ઘરેથી આવતા જતા મુશ્કેલી પડ