જુનાગઢ જિલ્લામાં નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટસ ઓથોરિટીના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.જેના ભાગરુપે જૂનાગઢમાં આજે રવિવારે સન્ડે ઓન સાયકલ રેલી યોજાઈ હતી. જેમાં શહેરના ઝાંસીની રાણી સર્કલથી મોતીબાગ સર્કલથી પરત સરદારબાગ સુધી આયોજિત રેલીમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકો જોડાયા હતા