ધારીમાંથી દાહોદના ફતેપુરા તાલુકાની એક સગીરાનું બદકામના ઈરાદે અપહરણ કરવામાં આવ્યું હતું. બનાવ અંગે સગીરાના પિતાએ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેમની દીકરીને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાના કે બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો હતો. ધારી પોલીસ સ્ટેશનના પી આઈ કે બી જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.