અંજારના તુણા ગામે વાડી વિસ્તારમાં પ્રાથમિક શાળા પાસે અગાઉના ઝઘડાના મનદુઃખે લોખંડના પાઈપ વડે મારામારી કરવામાં આવી હતી. ફરિયાદી સમીર હુસેનભાઈ બાવાએ આ બાબતે જાવેદ ઈદરીશ મુંગરાણી અને અનવર ઇંદરીશ મુંગરાણી સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતાં કંડલા મરીન પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.