પંચમહાલ જિલ્લા ABVP દ્વારા ગોધરાના જાફરાબાદ વિસ્તારમાં આવેલી એક શાળા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં એબીવીપી પ્રદેશના સહમંત્રી હેત્વી વ્યાસ, એબીવીપી જિલ્લા સંયોજક હર્ષ પરમાર, અને વિભાગ છાત્રા સંયોજક ખુશી વસાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમમાં પ્રદેશ એબીવીપી સંગઠનના હેતવીબેને આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમો વિશે વિસ્તૃત અને તબક્કાવાર માહિતી આપી હતી.