જૂનાગઢ મહાનગર ભાજપ કાર્યાલય ગિરનાર કમલમ ખાતે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે બેઠક મળી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા ની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આવનાર દિવસોમાં યોજનાર વિસાવદરની વિધાનસભા પેટા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં જિલ્લાભરના હોદ્દેદારો પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.