સુરતમાં શનિવારે સવારે છ વાગ્યાથી શહેરના 21 કુત્રિમ તળાવ અને 3 કુદરતી ઓવારાઓ પરથી ગણેશ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જે રવિવારે સવારે આઠ કલાક સુધી ચાલી હતી.પાલિકા તંત્રના સૂત્રોએ રવિવારે આપેલી માહિતી મુજબ,21 કુત્રિમ તળાવ પરથી અંદાજિત 66 હજારથી વધુ પાંચ ફૂટ સુધીની પ્રતિમાઓ નું વિસર્જન કરાયું હતું.જ્યાં 17 ફૂટ સુધીની અન્ય પ્રતિમાઓનું વિસર્જન 3 કુદરતી ઓવારાઓ પરથી કરવામાં આવ્યું હતું.શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પ્રક્રિયા સમ્પન્ન થઈ હતી.