કાલોલ તાલુકામાં આગામી ઈદેમિલાદ અને ગણેશોત્સવ ની ઉજવણી કોમી અને એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ સાથે પીએસઆઇ ભાવેશકુમાર કટારીયા અને કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા ની ઉપસ્થિતિ વચ્ચે સમાજના બુદ્ધિજીવી નાગરિકો અને વિવિધ સમાજના આગેવાનો સાથે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે બેઠક મોડી સાંજે યોજાઇ હતી.તેમણે સમાજના આગેવાનોને બન્ને પર્વની ઊજવણી શાંતિપુર્ણ માહૌલમાં થાય અને કોઇની લાગણી ન દુભાય માટે તમામ કોમના લોકોને