પાદરા વિધાનસભાના બાળકો વિકસિત ભારતના નિર્માણમાં મહત્તમ યોગદાન આપે તેવા શુભ હેતુ સાથે અંદાજિત રૂ. 1.30 કરોડના ખર્ચે બનનાર ડબકા પ્રાથમિક શાળા તથા સીમજોસીપુરા ડબકા પ્રાથમિક શાળાનું આજે ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, ગ્રામ્ય આગેવાનો, શિક્ષકવર્ગ, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે આવનારા દિવસોમાં આ નવી શાળાઓથી ગ્રામ્ય વિ