બનાસકાંઠા જિલ્લાના નવા નિમાયેલા એસપી પ્રશાંત સુમ્બે એ અંબાજી મંદિરમાં માં અંબાના દર્શન કર્યા જિલ્લાના એસપી તરીકેનો ચાર્જ સંભાળતા પહેલા માતાજીના આશીર્વાદ લઇ મંદિર પર ધજા ચડાવી હતી અને જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી અને આગામી ભાદરવી પૂનમનો મેળો સુખ શાંતિથી સંપન્ન થાય તે માટે પ્રાર્થના કરી હતી