સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને ચોરીની મોટરસાયકલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આરોપીની ઓળખ શાહીદ તજમ્મુલ હુસૈન તરીકે થઈ છે, જેને ગાંધી બાગની પાછળ, ક્વોલિટી હોટેલ પાસે જાહેરમાંથી પકડી પાડવામાં આવ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીને મોટરસાયકલ સાથે દબોચી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપી શાહીદ હુસૈને કબૂલ્યું કે તે સિલાઈ કામ કરતો હતો.