ગત તારીખ 28 ઓગસ્ટના રોજ પૂરો ધારાસભ્ય સૌરભભાઈ પટેલ નો જન્મદિવસ બોટાદ તાલુકામાં ઉજવવામાં આવ્યો હતો ત્યારે બોટાદના પૂર્વ ધારાસભ્યને બોટાદના હાલના ધારાસભ્ય જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા માટે દોડી આવ્યા હતા. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સોશિયલ મીડિયામાં પોતાની શુભેચ્છા મુલાકાતના ફોટા જાહેર કરી બોટાદ ની જનતાને તથા ભાજપ, આમ આદમી પાર્ટીને ગર્ભિત સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો હોય તેવા લોકો અનુમાનો લગાવી રહ્યા છે.