ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉવારસદ ગામના વાવોલ રોડ પર આવેલી એક ફેક્ટરીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબી ટીમને સફળતા મળી છે. પોલીસે ચોરીમાં વપરાયેલા વાહન સહિત કુલ રૂ.6.62 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે વાહનની તપાસ કરતા તેમાંથી ચેચીસ ઝેક, લોખંડના પાટા, ગ્રાઈન્ડર, નટ બોલ્ડ બોક્સ, બ્રાકેટ, રેડિએટર કુલન્ટ, બેલ કેક, ઝુલા અને અન્ય પરચુરણ સામાન મળી કુલ રૂ. 62,600નો જપ્ત કરાયો.