દેશ અને દુનિયામાં સુપ્રસિદ્ધ ગણાતા તરણેતર મેળા ખાતે આજે 27 ઓગસ્ટના રોજ બીજા દિવસે રમતગમત સ્પર્ધા તથા પશુ પ્રદર્શન હરીફાઈ યોજાઈ હતી જેમાં રમતગમત સ્પર્ધામાં ગોળા ફેંક, કબડી, ઊંચી કૂદ અને ૨૦૦ મીટર દોડ જેવી સ્પર્ધા યોજાઈ હતી જ્યારે પશુ પ્રદર્શનમાં પશુપાલકો દ્વારા પોતાના પાલતુ પશુને પ્રદર્શનમાં મૂકી હરીફાઈમાં ભાગ લીધો હતો