અંજારની ગાયત્રી સોસાયટીમાં રહેતા ફરિયાદી કનકબા બાલુભા ઝાલા અને પરિવારને મકાન લેવાનું હોવાથી તેઓ પોતાના કુટુંબી સાથે જન્મોત્રી સોસાયટીના મકાન નંબર 16 જોવા ગયા હતા જ્યાં આરોપી સવિતાબેન કનકગિરિ ગોસ્વામી, કનકગિરિ નરશીગિરિ ગોસ્વામી તથા તેમનો પુત્ર ભાવેશ મળ્યો હતો જ્યાં મકાનનો સોદો 28 લાખમાં નક્કી થયો હતો.ફરિયાદી વૃદ્ધાએ આપેલા રોકડ રૂા. 7,50,000 પણ પરત આપ્યા નહોતા. વિશ્વાસઘાત, ઠગાઇના આ પ્રકરણમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.