સરહદી વાવ તાલુકાના ઉમેદપુરા ગામે સાત દિવસ પહેલા પડેલા ભારે વરસાદની આફતને લઈને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે .જે મામલે તંત્ર દ્વારા ઉમેદપુરા ગામનું સર્વ કરી યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે .જોકે વરસાદ બંધ થયાને સાત દિવસ થયા છતાં હજુ સુધી ઉમેદપુરા ગામમાં કોઈ તંત્ર દ્વારા મુલાકાત લીધી નથી જેને લઈને સરપંચે રોષ વ્યક્ત કર્યો હતો.