This browser does not support the video element.
મહુવા: કરચેલીયા ચાલીશગાળા ફળિયામાં અઢી વર્ષની કદાવર દીપડી પાંજરે કેદ.
Mahuva, Surat | Sep 9, 2025
મહુવા તાલુકાના કરચેલીયા ગામે આવેલ ચાલીસ ગાળા ફળિયામાં છેલ્લા ઘણા દિવસથી રહેણાંક તેમજ ખેતરાળ વિસ્તારમાં પરિવાર સાથે બિન્દાસ્ત ફરતા દીપડા નજરે પડતા ઉપરાંત પાલતુ મરઘા અને ફળિયામાં ફરતા કુતરાનો શિકાર કરવાના બનાવો વધતા ગ્રામજનોમા ભયનો માહોલ છવાઈ ગયો હતો.દીપડાના આ વધી રહેલા આતંક અંગે કરચેલીયા ગ્રામજનોએ મહુવા વન વિભાગના અધિકારીઓને જાણ કરતા મહુવા વન વિભાગની ટીમ દ્વારા કરચેલીયા ગામે ચાલીસ ગાળા ફળિયામાં ઈંટના ભઠ્ઠા નજીક પાંજરામાં દીપડી કેદ થવા પામી હતી.