સુબીર તાલુકાના ઢોલ્યાઉંબર ગામના કોઊભાઇ ઉર્ફે કાળુભાઇ સીતરભાઈ દેશમુખ અને તેમની પત્ની ભારજુબેન સર્વે નં.૧૦૫ વાળી જમીનમાં,ખેતી માટે છીદંણી કરી રહ્યા હતા.તે વેળાએ તેમના ગામના જ દિલીપભાઈ સુકીરાવભાઇ બરડે તથા દિપક ભાઈ સુકીરાવભાઈ બરડે તથા હનીફભાઈ સુકીરાવભાઇ બરડે તેમજ,એબુબેન એમ ચાર વ્યક્તિ આવ્યા હતા,અને જમીનમાં છીન્દણી કરવા બાબતે બોલાચાલી થઈ હતી, અને દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદ સમગ્ર મામલો આહવા પોલીસમાં પહોંચ્યો હતો.