સમગ્ર દેશમાં દર વર્ષે તા. ૦૫ સપ્ટેમ્બરને 'રાષ્ટ્રીય શિક્ષક દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક એ વિદ્યાર્થીઓના જીવનની કેડી પર જ્ઞાનનું અજવાળું પાથરનાર એવો દિપક છે જે પોતે સળગી ને વિદ્યાર્થીઓ માટે જીવન સમર્પિત કરી દે છે. કોરી પાટી જેવા બાળકના જીવનમાં અનેકો રંગો ભરવાનું કામ શિક્ષક કરતા હોય છે.