છોટાઉદેપુર જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા આજે આદર્શ નિવાસી શાળા તેજગઢ સ્કૂલ ના વિધ્યાર્થીઓને ટીબી રોગ તેમજ અન્ય રોગો વિશે જાગૃતતા માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો બીએમ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત રહેલ જિલ્લા ટીબી એચ આઇ વી કો-ઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવા અને તાલુકા ટીબી સુપરવાઈઝર મનહરભાઈ વણકર ઉપસ્થિત રહી ટીબી રોગના દર્દીઓ ને નેશનલ ટીબી નિર્મૂલન કાર્યક્રમ હેઠળ મળતી સરકારી સેવાઓ માહિતી આપી હતી.