જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં ગઈકાલે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતું ત્યારે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો ત્યારે જામજોધપુર પંથકમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ચારેન જેટલો વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જામજોધપુરના અનેક વિસ્તારોમાં મધ્યમ તથા ભારે વરસાદ નોંધાયો હતો